કૅન્સરને કઈ રીતે પકડી શકાય?

Home > કૅન્સરને કઈ રીતે પકડી શકાય?

કૅન્સરના નિદાન માટે કોઈ એક કે સરળ પદ્ધતિ નથી. કૅન્સરનું નિદાન થઇ શકે તે તબ્બકે પહોંચવા માટે કૅન્સરના જીવલેણ કોષોને ઘણા મહિનાઓ અથવા વર્ષોનો સમય લાગે છે.

કેન્સરનાં લક્ષણો તેના સ્થાન પર આધારીત છે અને કોઈપણ લક્ષણો પેદા કરવાનું શરૂ કરે તે પહેલાં જ કેન્સર ફેલાઈ જાય તે પણ શક્ય છે. કેટલીકવાર કેન્સર એ આકસ્મિક રીતે નિયમિત તપાસ દરમિયાન અથવા અન્ય લક્ષણોની તપાસ દરમિયાન શોધી શકાય છે.

સૌથી સરળ રીતે શોધી શકાય તેવા કેન્સર :

  • જે ત્વચા પર હોય અને જે તલ અથવા મસામાં ફેરફાર દર્શાવે
  • જે ત્વચાની નજીકથી શરુ થાય અને જેમાં ગાંઠ જેવું જોઈ તથા અનુભવી શકાય
  • મોં, ગળું, ગર્ભાશયનું મુખ, યોનિમાર્ગ, ગુદામાર્ગ કે ગુદાના કેન્સરના પ્રારંભિક લક્ષણો માટે તપાસ કરવી પ્રમાણમાં સરળ છે. 

​વિવિધ ટેસ્ટનો ઉપયોગ કેન્સરની હાજરીની પુષ્ટિ કરવા અથવા તેને દૂર કરવા, કૅન્સરના વિકાસનું અવલોકન કરવા અને સારવારનીની અસરકારકતાના મૂલ્યાંકન માટે થાય છે. કેટલાક કિસ્સામાં, જો વ્યક્તિની સ્થિતિ બદલાઈ ગઈ હોય, જો એકત્રિત કરેલો નમૂનો સારી ગુણવત્તાનો ન હોય, અથવા ટેસ્ટના અસામાન્ય પરિણામની પુષ્ટિ કરવાની જરૂર હોય તો ટેસ્ટનું પુનરાવર્તન કરવું જરૂરી છે.


કેન્સરના નિદાનની પદ્ધતિઓ:

  • લેબોરેટરી ટેસ્ટ 
  • રેડિઓલોજી ટેસ્ટ 
  • એન્ડોસ્કોપિક ટેસ્ટ 
  • જિનેટિક ટેસ્ટ 
  • બાયોપ્સી

કેન્સરનું અંતિમ નિદાન પેથોલોજીસ્ટના અભિપ્રાય પર આધારિત છે. વિવિધ કેન્સર વિવિધ રીતે શોધી શકાય છે. કેન્સર અથવા કેન્સર નિદાનની તપાસ હંમેશાં વિગતવાર તપાસ માંગે છે.

કેન્સરની વહેલી તપાસ

કેન્સરની વહેલી તપાસ સફળ સારવારની તકો વધારે છે. કેન્સરની વહેલી તપાસ સ્ક્રીનીંગ ટેસ્ટ દ્વારા શક્ય છે.

સ્ક્રીનીંગ ટેસ્ટનો ઉપયોગ તંદુરસ્ત વસ્તીમાં જે લોકોને કેન્સર છે, પરંતુ હજી સુધી તેના લક્ષણો દેખાતા ના હોય તેવા લોકોને ઓળખવા માટે કરવામાં આવે છે.

જેમ કે સ્તન કેન્સરનો સ્ક્રીનીંગ ટેસ્ટ મેમોગ્રાફી તથા ગર્ભાશયના મુખના કૅન્સરનો સ્ક્રીનીંગ ટેસ્ટ પેપ સ્મીયર છે.