
જ્યારે કેન્સરનું નિદાન થાય છે, ત્યારે તમે પહેલા વિચારો છો કે તમે લાંબા ગાળા માટે કામથી દૂર રહેશો.બીજી ઘણી બીમારીઓની જેમ, કેન્સરમાં કામની અસમર્થતા અથવા લાંબા ગાળા માટે કામથી દૂર રહેવું પડે તે જરૂરી નથી.કેન્સરના મોટાભાગના દર્દીઓ સારવાર બાદ અથવા સારવાર દરમિયાન પણ કામ પર પાછા ફરતા હોય છે.
કૅન્સરની સારવાર ઘણી જુદી જુદી રીતે કરવામાં આવે છે અને સારવારના તમામ પ્રકારો તમારી કાર્ય કરવાની ક્ષમતામાં ખલેલ પહોંચાડે તેવું નથી. સારવાર સામાન્ય રીતે એવી રીતે કરવામાં આવે છે કે દર્દી દિવસ દરમિયાન સારવાર માટે જાય છે અને રાત્રે ઘરે પાછો આવે છે.કેન્સરની સારવારની ઘણા પ્રકારની આડઅસરો હોય છે, જેમાંથી મોટાભાગની જલ્દીથી પસાર થઈ જાય છે.પરંતુ કેન્સરની સારવારથી સારવારના સમયગાળા દરમિયાન અને ઉપચાર પૂર્ણ થયા પછી પણ પીડા અને થાક થઈ શકે છે.
કેટલાક દર્દીઓ સારવાર કરતી વખતે કામ કરી શકે છે.સારવાર દરમિયાન તમે કામ પર જાઓ છો કે નહીં તે એક વ્યક્તિગત નિર્ણય છે. પરંતુ ઘણા લોકોને સારવાર દરમિયાન માંદગી રજા લેવાની અથવા પાર્ટ-ટાઇમ ધોરણે કામ પર રહેવાની જરૂર પડી શકે છે.
કેન્સરના કારણે સામાન્ય જીવન જીવવું અશક્ય હોય તો દર્દીએ કામ ના કરવું જોઈએ. તમારે રિકવરી માટે સમય આપવાની જરૂર છે.
તમારે કામ પર કેવી રીતે કહેવું કે તમને કેન્સર છે?
જરૂરી નથી કે તમે કામ પર કોઈને કહો કે તમને કેન્સર છે, પરંતુ તે વિશે વાત કરવાથી તમને નવી પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ મળે છે. તેથી તમારે તે નક્કી કરવું જોઈએ કે તમે તમારી બીમારી વિશે કોને કહો છો અને કેટલી હદ સુધી. માંદગી રજા લેવાના કારણની તમારા સાહેબને જાણ કરવામાં કોઈ વાંધો નથી. જો કે, વ્યવસાયિક સ્વાસ્થ્યને કારણે, તે મહત્વપૂર્ણ છે કે ઉપચાર લેતી વખતે તમારા કાર્યને મર્યાદિત કરનાર પરિબળો અને બીમારીઓ વિશે તમારા ઉપરી અધિકારીઓને જાણ હોય.
શરૂઆતમાં કેન્સર હોવાની વાત કરવી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ જ્યારે કેન્સર તમારા જીવનનો ભાગ બની જાય છે ત્યારે તેના વિશે વાત કરવાનું વધુ સરળ બને છે. લોકો પરિસ્થિતિ પર જે રીતે પ્રતિક્રિયા આપે તેને તમે પ્રભાવિત કરી શકો છો. તમે કેન્સર હોવા વિશે ખુલીને બોલી શકો છો.આ રીતે તમે જેની સાથે વાત કરી રહ્યાં છો તે પણ તે જ રીતે વર્તશે. જ્યારે તમારી માંદગીના સમાચારની કામ પર જાણ થાય છે, ત્યારે પોતાને ચર્ચાનો વિષય બનતુ જોવુ ત્રાસદાયક હોઈ શકે છે.પરંતુ તે સમયે, તમારે ચિંતા ન કરવી જોઈએ કારણ કે મોટાભાગના લોકો સમજદાર હશે.
તમે સહકર્મચારી તથા ઉપરી અધિકારીઓને વિવિધ કાર્યોના સંદર્ભમાં સાનુકૂળતા વિશે મદદ કરવા માટે કહી શકો છો.જ્યારે કામ કરવાનું વાતાવરણ સારું હોય છે, ત્યારે સાથીદારો પહેલાની જેમ વર્તે છે અને માંદગીને વ્યક્તિના મૂલ્યને વ્યક્તિગત તરીકે વ્યાખ્યાયિત થવા દેતા નથી.સાથીદારોનો ટેકો તમને સારવારના સમયગાળા દરમિયાન સામનો કરવામાં મદદ કરી શકે છે અને કાર્યકારી જીવનમાં પાછા ફરવાનું સરળ બનાવે છે.
કામ પર પાછુ જવાનું સફળ કઈ રીતે બનાવી શકાય?
લાંબા સમય સુધી કામમાં ગેરહાજરી પછી ટેકો, સહકાર અને પુનર્વસનની જરૂર પડે છે. કંપની અને કર્મચારી વચ્ચે સહકાર દ્વારા શ્રેષ્ઠ પરિણામ લાવી શકાય છે.
જ્યારે તમે માંદગીની રજા પર હોવ ત્યારે તમારે તમારા કાર્યસ્થળ સાથે સંપર્ક રાખવો જોઈએ અને તમારા સ્વાસ્થ્યની ઉપરી અધિકારી સાથે ચર્ચા કરવી જોઈએ.આ કાર્ય પર પાછા ફરવાનું અને અગત્યની જરૂરિયાતની અપેક્ષા કરવાનું સરળ બનાવે છે, જેમ કે કામના કલાકો અથવા કાર્યોમાં રાહત.