
જ્યારે આપણને કેન્સર થાય છે ત્યારે આપણા આહાર અને ખાવાની ટેવની ઘણી અસર પડે છે. કેન્સર વજન ઘટવું, ભૂખનો અભાવ અથવા ખાવાની સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓનું કારણ બને છે.
- સર્જિકલ સારવાર ખોરાક ગળે ઉતારવામાં અથવા પાચક તંત્રની કામગીરીને અસર કરી શકે છે.
- રેડિયોથેરેપી અને કીમોથેરેપી, ઉબકા, ઝાડા, ભૂખ ઓછી થવી તથા સ્વાદ અને ગંધની સંવેદનામાં બદલાવ લાવી શકે છે.
માનસિક સ્થિતિમાં ફેરફાર તથા કેન્સર સાથે સંકળાયેલ હતાશા પણ ભૂખને અસર કરે છે, પરિણામે ખોરાક લેવાનું પ્રમાણ અને વજન ઓછું થાય છે.કેટલાક કિસ્સાઓમાં દર્દીઓ કુપોષણથી પણ પીડાઇ શકે છે, જે રિકવરી અને સહનશક્તિને અવરોધે છે.
કેટલીક સારવારમાં પરિસ્થિતિ સંપૂર્ણ વિપરીત હોઈ શકે છે.હોર્મોનની અમુક દવા કોઈની ભૂખ અને વજનમાં વધારો કરી શકે છે.સારવારથી વજન ઓછું થતું નથી, પરંતુ તમે નિયમિત ભોજન કરીને, તંદુરસ્ત ખોરાક ખાવાનું પસંદ કરીને અને તમારી સહનશક્તિ પ્રમાણે વધુ કસરત કરીને તમારું વજન સંભાળી શકો છો.
કેન્સરના દર્દીઓમાં વૈવિધ્યસભર આહાર અને પર્યાપ્ત પ્રવાહીનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.કેન્સરના દર્દીને ભૂખ ન હોય તો પણ તેમના દૈનિક ભોજનમાંથી પૂરતી ઉર્જા અને પોષક તત્વો મળી રહે તે મહત્વપૂર્ણ છે.અનાજ, લીલા શાકભાજી, કઠોળ અને લોહતત્વના ઉચ્ચ સ્તરવાળા ખોરાક, જેમ કે પાલક અને કોબી ઉર્જાના સ્તરને જાળવવામાં મદદ કરે છે.થોડુ ભોજન વારંવાર ખાવાનું પણ સારું છે.તમે ઘણા બધા પોષક તત્વો ધરાવતો તૈયાર નાસ્તો પણ કરી શકો છો.જો શંકા હોય તો હંમેશા તમારા ડૉક્ટર, નર્સ અથવા ડાયેટિશિયન સાથે આહારની ચર્ચા કરો.
કેન્સર અને વ્યાયામ
કેન્સરના દર્દીઓ માટે કસરત સ્વાસ્થ્ય અને રિકવરી માટે મહત્વપૂર્ણ છે.સારવાર બાદ, તમે જેટલી ઝડપથી વ્યાયામ શરૂ કરો તેટલું જલ્દી તમારી રિકવરી શરૂ થાય છે.શારીરિક પ્રવૃત્તિ અને હળવો વ્યાયામ સ્નાયુઓની શક્તિમાં વધારો કરે છે અને તમને ઉર્જા આપે છે.વધારે કસરત દ્વારા તમારા શરીરને વધારે પડતું કષ્ટ આપશો નહીં, કારણ કે માંદગી અને સારવાર તમારા શરીરને નબળું બનાવે છે.વ્યાયામ કરવાની શરૂઆત કરવી મહત્વપૂર્ણ છે, ઉદાહરણ તરીકે, ઘરમાં ચાલવું, ઘરના કામકાજ અને ખરીદી કરીવી.
તમને ઝડપથી વ્યાયામની ફાયદાકારક અસરોને ધ્યાનમાં લેશો. તમારો સ્વભાવ સુધરવા માંડે છે કારણ કે કસરત મગજમાં એન્ડોર્ફિનનું સ્તર વધારે છે.એન્ડોર્ફિન્સ પીડાને દૂર કરે છે અને સુખાકારીની લાગણી વધારે છે.
કેન્સર અને થાક
કેન્સરની સારવાર પછી ભારે થાકની અનુભુતી થાય છે જે સામાન્ય આરામથી સુધરતી નથી.વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અથવા યાદ રાખવામાં મુશ્કેલી પડી શકે છે.સામાન્ય દિનચર્યામાં પણ થાક લાગે છે.
ફક્ત કેન્સરને લીધે જ નહિ પરંતુ ઘણી બીજી બીમારીઓને કારણે પણ થાક લાગે છે. માંદગી અને સારવાર દરમિયાન થાકના કારણો સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.થાક ટૂંકા ગાળાનો (થોડા અઠવાડિયા સુધી ચાલતો) અથવા લાંબા ગાળાનો હોઈ શકે છે (લાંબા સમય સુધી આખા શરીરને અસર કરે છે).થાક એ કેન્સરની સારવાર તથા અન્ય દવાઓ, હિમોગ્લોબિન ઘટી જવું, વજન ઘટી જવું અને ભૂખ ઓછી લાગવી, ચયાપચયમાં ફેરફાર, હોર્મોનના કાર્યમાં ઘટાડો, ઊંઘની ઉણપ, કસરતનો અભાવ, તણાવ, શ્વાસની તકલીફ, સંભવિત ઇન્ફેકશન તેમજ અનિશ્ચિતતા અને ભયને કારણે પણ લાગે છે. ઘણા કારણો થાકનું કારણ બને છે તેથી તમારે આ અંગે ડૉક્ટર સાથે ચર્ચા કરવી જોઈએ.ઉપચારની પદ્ધતિઓ થાકના કારણો પર આધારિત છે.
તમારે ડોક્ટરને મળવું જોઈએ
- જો થાક ખુબ વધારે અને અસહ્ય બને,
- જો આરામ કરવાથી અને બહાર રહેવાથી પણ થાક દૂર ન થાય,
- જો દૈનિક આહાર અને વ્યક્તિગત સ્વચ્છતામાં ભાગ લેવા માટે અસમર્થ હોય તો
થાક માટે કોઈ ચોક્કસ તબીબી સારવાર નથી પરંતુ તમે થાકને જાતે દૂર કરી શકો છો. ઉર્જાના સ્તરને જાળવવા માટે ટૂંકી ઊંઘ પૂરતી છે.તમે દિવસમાં ઘણી વખત આરામ કરી શકો છો, પરંતુ ફક્ત ટૂંકા ગાળા માટે જ જેથી તમારી કુદરતી દૈનિક લયને ખલેલ પહોંચે નહીં.આરામદાયક રાતની ઊંઘ મહત્વપૂર્ણ છે.જો અનિદ્રાની સમસ્યા છે, તો તમારે તે વિશે ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.