
કેન્સર હોવુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને બગાડે છે. કેન્સર ધરાવતી વ્યક્તિને પૂરતી ઊંઘ, કસરત તથા માંદગીના તમામ તબક્કે વૈવિધ્યસભર આહાર લેવાનું સુનિશ્ચિત કરવું જરૂરી છે. તેમની મનોવૈજ્ઞાનિક સુખાકારીની કાળજી લેવી પણ મહત્વપૂર્ણ છે.
કેન્સર ઘણીવાર તમારી જાત અને આત્મ-સન્માનને પણ અસર કરે છે.શારીરિક દેખાવ અને તંદુરસ્ત આરોગ્યમાં સંભવિત ફેરફારો ભયાનક હોઈ શકે છે.પરંતુ તમારી પોતાની સુખાકારી અને રીકવરીની દ્રષ્ટિએ શક્ય હોય ત્યાં સુધી તમારી સારી સંભાળ લેવાનો પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે.
તમારી સારવાર કરતા ડૉક્ટર તથા નર્સિંગ સ્ટાફ સાથે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરવી મહત્વપૂર્ણ છે.
માનસિક સ્થિતિ સુધારવા માટેની કેટલીક રીતો:
- હલન-ચલન અને કસરત – તાજી હવા શરીર અને મનને સુધારવામાં મદદ કરે છે.
- તમારા દેખાવની સંભાળ રાખો.
- તમારી સફળતા અને સિદ્ધિઓની ઉજવણી કરો – પોતાને સમ્માન આપો.
- તમારા માટે સરસ વસ્તુઓ કરવાથી માનસિક સ્થિતિ સારી થાય છે.
- દિવસો ખરાબ હોય ત્યારે વાંચવા માટે સુખદ વસ્તુઓની યાદી રાખો.
- ભૂતકાળને યાદ ન કરો પરંતુ સારા સમયને યાદ રાખો.
- તમારું જીવન પ્રત્યે વલણ તમારા પર નિર્ભર છે. તમે વસ્તુને હકારાત્મક અથવા નકારાત્મક સંદર્ભમાં લો કે યાદ રાખો તે તમારા પર નિર્ભર છે.