કેન્સર નિદાનની પ્રારંભિક પ્રતિક્રિયા ઘણીવાર આઘાત અને અવિશ્વસનીયતા હોય છે, ત્યાર પછી ચિંતા, ક્રોધ અને હતાશાના મિશ્રિત લક્ષણો દ્વારા દર્શાવવામાં આવતી તકલીફનો સમયગાળો આવે છે. જેમ જેમ સમય જાય અને સારવારના વિકલ્પો વિષે જાણે પછી દર્દીઓ કેન્સરને સ્વીકાર કરવાના તબક્કામાં પ્રવેશ કરે છે.આ પ્રારંભિક સમય દરમિયાન, તેઓ અસ્વસ્થતા અથવા હતાશા ઉપરાંત, સતત ઉદાસી; જાતીય પ્રવૃત્તિમાં રસ ઘટવો; થાક; ધ્યાન કેન્દ્રિત કરવામાં, યાદ કરવામાં અથવા નિર્ણયો લેવામાં મુશ્કેલી; અનિદ્રા અથવા વધારે સૂવું; વજન અને ભૂખ ઘટાડો; અને બેચેની અથવા ચીડિયાપણું અનુભવી શકે છે.
આ લક્ષણોમાંના ઘણા સ્વસ્થ માનવામાં આવતા નથી, પરંતુ તે કેન્સરના નવા નિદાન સાથે વ્યવહાર કરવાની પ્રક્રિયાનો સામાન્ય ભાગ છે. જો કે, નિરાશા અને અપરાધની લાગણી, અથવા ઉપર મુજબની કોઈ પણ લાગણી, વધુ ગંભીર તકલીફ કરી શકે છે. લાગણીઓને કાબુમાં રાખવાથી તણાવ ઓછો થાય છે. તેનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે.
તમે વિવિધ લાગણીઓ અનુભવી શકો છે, જેવી કે
૧. અસ્વીકાર : કેન્સરનું નિદાન સ્વીકારવું મુશ્કેલ હોઈ શકે છે. કેટલાક લોકો વિચારે છે કે કેન્સર મટી શકતું નથી અથવા સારવારના વિકલ્પો મર્યાદિત છે. જો અસ્વીકાર લમ્બો સમય ચાલે તો તે તમને સારવાર અથવા સહાય કરવામાં વિલંબ પણ કરી શકે છે.
૨. ભય અથવા ચિંતા : કેન્સર નિદાનના આંચકાથી અથવા મૃત્યુ અંગેના વિચારો આવવાથી ભય અથવા અસ્વસ્થતાની લાગણી આવી શકે છે.
૩. ક્રોધ : તમારે કેન્સરનો સામનો કરવો પડ્યો, તમારું નિદાન અગાઉ થયું નહિ, અથવા એવું લાગે કે તમારું જીવન ટૂંકાવી દેવામાં આવ્યું છે – આ બધા વિચારોને કારણે તમે ક્રોધ અનુભવી શકો છો. ક્યારેક તમને ગુસ્સો ક્યાં કારણથી આવે છે તે નક્કી કરવું પણ મુશ્કેલ થઈ જાય છે.
૪. અપરાધ : કેન્સર માટે પોતાને દોષિત ઠેરવવું સામાન્ય છે, પરંતુ કેન્સરનો ફેલાવો અથવા ઉપચાર પ્રત્યે પ્રતિક્રિયા તે અજ્ઞાત છે. કેન્સરની તમારા કુટુંબ પર અસર અંગે તમે ચિંતિત હોઈ શકો છો અથવા દોષિત અનુભવો છો કે તેમને તમારી સંભાળ લેવી પડશે.
૫. અનિશ્ચિતતા : તમે અનુભવી શકો છો કે તમારા જીવન પર તમારું નિયંત્રણ ઓછું છે. અનિશ્ચિત ભાવિ સાથે વ્યવસ્થિત થવું મુશ્કેલ હોઈ શકે છે, જોકે કેટલાક લોકોને અનિશ્ચિતતામાં આશાની ભાવના પણ અનુભવાય છે.
૬. એકલતા : તમારી આસપાસના લોકો હોય તો પણ તમે ઘણી વાર એકલતા અનુભવી શકો છો. તે વિચારવું સ્વાભાવિક છે કે તમે શું અનુભવી રહ્યાં છો તે કોઈ સમજતું નથી. તમારા કુટુંબ અને મિત્રોને કેન્સર નિદાનનો સામનો કરવામાં મુશ્કેલી આવી શકે છે અને કેટલાક પોતાને તમારાથી દૂર પણ કરી શકે છે.
૭. ઉદાસી અથવા હતાશા : કેન્સર નિદાન પછી ઉદાસી અનુભવું સામાન્ય છે. જો તમારી ઉદાસીની લાગણી સતત ચાલુ રહે છે, સવારે ઉઠવામાં તકલીફ છે અથવા જે કામો કરવાથી અગાઉ તમને આનંદ આવતો હતો તે કરવા માટે પ્રેરણા ગુમાવી છે, તો તમારા ડૉક્ટર સાથે વાત કરો – તમે હતાશા અનુભવી શકો છો.
તમારી લાગણીઓનો સામનો કરવાની રીતો :
- તમારી લાગણીઓ વ્યક્ત કરો
- સકારાત્મક વિચાર કરો
- તમારા કેન્સર માટે પોતાને દોષ ન આપો
- જો તમે ખુશ ન હોવ તો ખુશ દેખાવાનો પ્રયત્ન કરશો નહીં
- તમારા કેન્સર વિશે ક્યારે વાત કરવી તે તમે પસંદ કરો
- સ્વયંને આરામ કરવામાં મદદ કરવાની રીતો શોધો
- તમે કરી શકો તેટલા સક્રિય બનો
- તમને આનંદ મળે તેવી પ્રવૃત્તિ કરો
- તમે શું નિયંત્રિત કરી શકો છો તે જુઓ