
કેન્સર એ આનુવંશિક રોગ છે – એટલે કે કેન્સર જનીનોમાં થતા કેટલાક પરિવર્તનને કારણે થાય છે જે આપણા શરીરના કોષોના કાર્ય કરવાની રીતને નિયંત્રિત કરે છે, ખાસ કરીને તેઓ કેવી રીતે વધે છે અને વિભાજન કરે છે.
જીન પ્રોટીન બનાવવા માટેની સૂચનાઓનું વહન કરે છે, જે આપણા કોષોમાં મોટા ભાગનું કામ કરે છે. અમુક જનીન પરિવર્તન કોષોને સામાન્ય વૃદ્ધિ નિયંત્રણથી દૂર રાખવા અને કેન્સરનું કારણ બનવા સક્ષમ છે. ઉદાહરણ તરીકે, કેટલાક કેન્સર પેદા કરનારા જનીન પરિવર્તન પ્રોટીનના ઉત્પાદનમાં વધારો કરે છે જે કોષોને વિકસિત કરે છે. અમુક જનીન પરિવર્તન બિન-કાર્યરત પ્રોટીનનું ઉત્પાદન કરે છે, જે કોષોને થયેલ નુકસાનને સુધારે છે.
કેન્સરનું કારણ બનતા આનુવંશિક પરિવર્તન બે પ્રકારના હોય છે :
૧. જર્મલાઈન મ્યુટેશન :
આ ઓછું સામાન્ય છે. જર્મલાઈન મ્યુટેશન વીર્ય કોષ અથવા ઈંડા કોષમાં થાય છે. તે માતાપિતા પાસેથી સીધા બાળકમાં પસાર થાય છે. જેમ જેમ ગર્ભ બાળકમાં વધે છે, પ્રારંભિક શુક્રાણુ અથવા ઇંડા કોષમાંથી આ પરિવર્તન શરીરના દરેક કોષમાં થાય છે. આ પરિવર્તન પ્રજનન કોષોને અસર કરે છે, તે પેઢી દર પેઢી પસાર થઇ શકે છે.
જર્મલાઈન મ્યુટેશનને લીધે થતાં કેન્સરને વારસાગત કેન્સર કહેવામાં આવે છે. તે બધા કેન્સરમાં લગભગ 5% થી 20% જેટલું છે.
સામાન્ય રીતે જોવા મળતા વારસાગત કેન્સર :
- સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર
- અંડાશયનું કેન્સર
- પુરુષોમાં સ્તનનું કેન્સર
- આંતરડાનું કેન્સર
૨. એક્વાયર્ડ મ્યુટેશન :
આ કેન્સરનું સૌથી સામાન્ય કારણ છે. તે વ્યક્તિના જીવન દરમિયાન કોઈ ખાસ કોષમાં જનીનોને નુકસાનથી થાય છે. ઉદાહરણ તરીકે સ્તનના કોષો અથવા આંતરડાના કોષો જે અનિયંત્રિત રોતે વિભાજન પામે છે અને ગાંઠ બનાવે છે. એક્વાયર્ડ મ્યુટેશનને કારણે થતા કૅન્સરને સ્પોરાડિક કેન્સર કહે છે. એક્વાયર્ડ મ્યુટેશન શરીરના દરેક કોષમાં જોવા મળતું નથી અને તે માતાપિતાથી બાળકમાં પસાર થતા નથી.
આ પરિવર્તન માટે જવાબદાર કારણો :
- તમાકુ
- અલ્ટ્રાવાયોલેટ (યુવી) રેડિયેશન
- વાયરસ
- ઉંમર