કેન્સરનાં લક્ષણો શું છે?

Home > કેન્સરનાં લક્ષણો શું છે?

કેન્સરમાં ઘણા લક્ષણો જોવા મળે છે, પરંતુ આ લક્ષણો મોટે ભાગે માંદગી, ઈજા, સાદી ગાંઠો અથવા અન્ય સમસ્યાઓ દ્વારા થાય છે. ઘણાં કેન્સરનાં લક્ષણો અન્ય બીમારીઓ જેવા હોય છે, અને આ રોગના પ્રારંભિક તબક્કે તમને કોઈ લક્ષણો ન હોય તેવું પણ બની શકે. ઘણા પ્રકારના કેન્સર ધીરે ધીરે વર્ષો સુધી વિકાસ પામે છે. આ રોગનો ફેલાવો તમારા લક્ષણોને પણ અસર કરે છે.મોટા ભાગના કિસ્સાઓમાં કેન્સર પકડી શકાય એ પહેલા વર્ષો જતા રહે છે.​

જો તમને એવા લક્ષણો જોવા મળે છે કે જે થોડા અઠવાડિયા પછી પણ સરખા નથી થતા, તો તમારા ડૉક્ટરને મળો જેથી સમસ્યાઓનું નિદાન અને વહેલી તકે સારવાર કરી શકાય. મોટે ભાગે, કેન્સર દુખાવો પેદા કરતું નથી, તેથી ડોક્ટરને જોતા પહેલા દુખાવો અનુભવવા માટે રાહ જુઓ નહીં.

કેન્સર ના સામાન્ય લક્ષણો :

૧. સ્તનમાં પરિવર્તન :

  • સ્તન અથવા બગલમાં ગાંઠ 
  • નીપલ અંદર ખેંચાઈ જવી કે પ્રવાહી નીકળવું 
  • સ્તનની ચામડીમાં ફેરફાર 


૨. મૂત્રાશયમાં પરિવર્તન :

  • પેશાબ કરવામાં મુશ્કેલી
  • પેશાબ કરતી વખતે દુખાવો 
  • પેશાબમાં લોહી


૩. કોઈ પણ કારણ વગર લોહી નીકળવું 


૪. આંતરડામાં પરિવર્તન :

  • સંડાસમાં લોહી
  • સંડાસની આદતમાં ફેરફાર


૫. લાંબા સમયથી ખાંસી અથવા અવાજમાં ફેરફાર 

૬. ખાવાની સમસ્યાઓ :

  • ખાધા પછી દુખાવો (હૃદયમાં દુખાવો અથવા અપચો, જે દૂર થતો નથી)
  • ગાળવામાં મુશ્કેલી
  • પેડુમાં દુખાવો
  • ઉબકા અને ઉલટીભૂખમાં ફેરફાર 

૭. ખુબજ થાક લાગવો 

૮. કોઈ જાણીતા કારણ વિના તાવ અથવા રાત્રે પરસેવો આવવો 

૯. મુખમાં પરિવર્તન :

  • જીભ પર અથવા મુખમાં સફેદ અથવા લાલ ડાઘ 
  • હોઠ અથવા મુખમાં લોહી નીકળવું,
  • દુખાવો થવો અથવા સુન્ન થઇ જવું 

૧૦. ન્યુરોલોજીકલ સમસ્યાઓ

  • માથાનો દુખાવો
  • આંચકી 
  • દ્રષ્ટિમાં બદલાવ 
  • સાંભળવામાં ફેરફાર

૧૧. ત્વચામાં પરિવર્તન :

  • ગાંઠમાથી લોહી નીકળવું કે ખંજવાળ આવવી  
  • તલ કે મસામાં ફેરફાર
  • ન રૂઝાતું ચાંદુ કમળો 

૧૨. શરીરના કોઈ પણ ભાગમાં સોજો કે ગાંઠ 

૧૩. કોઈ જાણીતા કારણ વગર વજનમાં વધારો અથવા વજનમાં ઘટાડો