કેન્સરના તબક્કા

Home > કેન્સરના તબક્કા

કેન્સરનો તબક્કો કેન્સર ક્યાં આવેલું છે, તે ક્યાં ફેલાયું છે, અને શું તે શરીરના અન્ય ભાગોને અસર કરી રહ્યું છે તે નક્કી કરવામાં મદદ કરે છે. કેન્સરનો તબક્કો નક્કી કરવા માટે ડોકટરો ઘણીવાર ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો  ઉપયોગ કરે છે. આ તમામ ટેસ્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્ટેજિંગ પૂર્ણ થાય નહિ.

કેન્સરનો તબક્કો ડૉક્ટરને કઈ રીતે મદદ કરે છે?

  • શસ્ત્રક્રિયાના પ્રકાર/કીમોથેરાપી/રેડિયેશન થેરેપીની જરૂર છે કે કેમ તે સહિતની સારવારની યોજના બનાવવા 
  • સારવાર પછી કેન્સર ફરીથી થશે કે નહિ તેની શક્યતાની આગાહી કરવા 
  • રિકવરીનીનું અનુમાન લગાવવા 
  • સારવારની સમગ્ર ટીમ સાથે સ્પષ્ટ, સામાન્ય ભાષામાં નિદાન વિશે વાત કરવા 
  • સારવારની ગુણવત્તા નક્કી કરવા 
  • સમાન નિદાનવાળા લોકોના મોટા જૂથોમાં નવી સારવાર કેટલી સારી રીતે કાર્ય કરે છે તેની તુલના કરવા  
     

ટી.એન.એમ.(TNM) પદ્ધતિ

આ પદ્ધતિ કેન્સર (પ્રાથમિક ગાંઠ) નું કદ, કેન્સરનો લસિકા ગ્રંથિમાં ફેલાવો, અને શું તે શરીરના જુદા જુદા ભાગમાં ફેલાઈ ગયું છે (મેટાસ્ટેસીસ) નું વર્ણન કરે છે. આ પદ્ધતિ કેન્સરને વર્ણવવા માટે અક્ષરો અને સંખ્યાઓનો ઉપયોગ કરે છે:

  • – તે કેન્સરનું કદ અને તે નજીકની પેશીઓમાં કેટલું ફેલાયું છે સૂચવે છે – તે 1, 2, 3 અથવા 4 હોઈ શકે છે, 1 નો અર્થ નાનું અને 4 નો અર્થ મોટુ
  • N – તે કેન્સર લસિકા ગ્રંથિમાં ફેલાયેલું છે કે નહિ તે સૂચવે છે –  તે 0 (નો અર્થ કોઈ લસિકા ગ્રંથિ કેન્સરના કોષો ધરાવતી નથી) અને 3 (નો અર્થ ઘણી બધી લસિકા ગ્રંથિ કેન્સરના કોષો ધરાવે છે) વચ્ચે હોઇ શકે છે.
  • M – તે કેન્સર શરીરના બીજા ભાગમાં ફેલાનું છે કે નહિ તે સૂચવે છે – તે કાં તો 0 (કેન્સર ફેલાયુ નથી) અથવા 1 (કેન્સર ફેલાય ગયુ છે) હોઈ શકે છે.

કેન્સર સ્ટેજની અન્ય પદ્ધતિ 

ટી.એન.એમ.(TNM) પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે જે કેન્સર નક્કર ગાંઠો બનાવે છે તેના વર્ણન માટે થાય છે, જેમ કે સ્તન, આંતરડા અને ફેફસાના કેન્સર. જો કે, અન્ય પ્રકારના કેન્સરના વર્ગીકરણ માટે ડોકટરો અન્ય પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમ કે,

  • સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ટ્યુમર (મગજની ગાંઠ) : કેન્સરગ્રસ્ત મગજની ગાંઠો સામાન્ય રીતે મગજ અને કરોડરજ્જુની બહાર ફેલાતી નથી, તેને TNM પદ્ધતિનું ફક્ત  “T” વર્ણન લાગુ પડે છે. 
  • બાળપણના કેન્સર :  ડોકટરો મોટાભાગના બાળપણના કેન્સરને અન્ય પદ્ધતિ અનુસાર અલગ પાડે છે જે ઘણીવાર કેન્સરના પ્રકાર માટે ચોક્કસ હોય છે.
  • લોહીના કેન્સર : ટી.એન.એમ. પદ્ધતિ લ્યુકેમિયા, લિમ્ફોમા અથવા મલ્ટીપલ માયલોમાનું વર્ણન કરતું નથી કારણ કે તેઓ સામાન્ય રીતે નક્કર ગાંઠો બનાવતા નથી. દરેક બ્લડ કેન્સરમાં તબક્કાની એક અનોખી પદ્ધતિ  હોય છે.

આંકડાની પદ્ધતિ 

આંકડાની પદ્ધતિ સામાન્ય રીતે ટી.એન.એમ. પદ્ધતિનો ઉપયોગ કેન્સરને તબક્કામાં વહેંચવા માટે કરે છે. મોટાભાગના કેન્સરમાં 4 તબક્કા હોય છે, જેની સંખ્યા 1 થી 4 હોય છે. 

  • સ્ટેજ 1 : કેન્સર પ્રમાણમાં નાનું અને તે જે અંગમાં શરૂ થાય છે તેમજ હોય 
  • સ્ટેજ 2 : ગાંઠ એ સ્ટેજ 1 ની તુલનામાં મોટી હોય, પરંતુ કેન્સર આસપાસના પેશીઓમાં ફેલાવાનું શરૂ થયું નથી. કેટલીકવાર સ્ટેજ ૨ નો અર્થ એ થાય છે કે કેન્સરના કોષો ગાંઠની નજીક લસિકા ગાંઠોમાં ફેલાય છે. આ કેન્સરના ચોક્કસ પ્રકાર પર આધારિત છે.
  • સ્ટેજ 3 : કેન્સર મોટું હોય,  તે આજુબાજુના પેશીઓમાં ફેલાવાનું શરૂ કરી શકે છે અને આ વિસ્તારમાં લસિકા ગાંઠોમાં કેન્સરના કોષો હાજર હોય 
  • સ્ટેજ 4 : કેન્સર તેના મૂળભૂત સ્થાન થી ફેલાઈને શરીરના અન્ય અંગમાં શરૂ થયું છે. આને મેટાસ્ટેટિક કેન્સર પણ કહેવામાં આવે છે.

કેન્સરના તબક્કાને અસર કરતા અન્ય પરિબળો 

  • ગ્રેડ : મોટાભાગના કેન્સર માટે, ગ્રેડ એ એક માપદંડ છે કે કેન્સરના કોષો માઇક્રોસ્કોપ હેઠળ કેટલા અસામાન્ય દેખાય છે. તેને તફાવત કહેવામાં આવે છે. ગ્રેડ મહત્વપૂર્ણ છે કારણ કે વધુ અસામાન્ય દેખાતા કોષોવાળા કેન્સર ઝડપથી વિકસે અને ફેલાય છે.
    1. લો-ગ્રેડ : કેન્સરમાં, કેન્સરના કોષો સામાન્ય પેશીના કોષો જેવા લાગે છે. સામાન્ય રીતે, આ કેન્સર ધીમે ધીમે વધવાનું વલણ ધરાવે છે.
    2. હાઈ ગ્રેડ : કેન્સરમાં, કેન્સરના કોષો સામાન્ય કોષો કરતા ખૂબ જુદા જુદા દેખાય છે. હાઈ ગ્રેડના કેન્સર હંમેશાં ઝડપથી વિકસે છે.
  • કોષનો પ્રકાર: કેટલાક કેન્સર વિવિધ પ્રકારના કોષોથી બનેલા હોઈ શકે છે. કેન્સરના કોષોનો પ્રકાર સારવારને અસર કરી શકે છે, એટલે તે કૅન્સરનું સ્ટેજ નક્કી કરવામાં અગત્યનું પરિબળ હોઈ શકે છે. 
  • ગાંઠનું સ્થાન: કેટલાક કેન્સર માટે, ગાંઠનું સ્થાન સારવારની પદ્ધતિને અસર કરે છે અને તેથી તેને કૅન્સરના સ્ટેજમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અન્નનળીનું કેન્સર અન્નનળીના ઉપરના, મધ્ય કે નીચેના ભાગમાં છે તેના પર કૅન્સરનું સ્ટેજ આધારિત છે. 
  • ટ્યુમર(ગાંઠ) માર્કરનુ સ્તર: અમુક કેન્સરમાં, લોહીમાં અમુક પદાર્થોનું સ્તર (જેને ટ્યુમર માર્કર્સ કહેવામાં આવે છે) કેન્સરના તબક્કાને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, પ્રોસ્ટેટ કેન્સરમાં, લોહીમાં PSA નું સ્તર કૅન્સરનું સ્ટેજ નક્કી કરવામાં ધ્યાનમાં લેવામાં આવે છે.

વિવિધ લૅબોરેટરી તપાસ જેવી કે લોહી, એક્સ-રે, સોનોગ્રાફી, સિટી સ્કેન, એમ.આર.આઈ., બાયોપ્સી, પેટ સ્કેન વિગેરે તપાસ દ્વારા ડૉક્ટર કેન્સરનો તબક્કો નક્કી કરી શકે છે. કેન્સરનો તબક્કો સામાન્ય રીતે પ્રથમ નિદાન દરમિયાન જે હોય તે જ રહે છે, રોગ સાથે શું થાય છે તે ભલે ગમે તે ન હોય.આ એટલા માટે છે કારણ કે સારવારના વિકલ્પો અને રિકવરીની તકો સામાન્ય રીતે તમારા કેન્સરની શરૂઆતના આધારે થાય છે.